સ્થાયી ઉષ્મા અવસ્થામાં રહેલો ધાતુનો સળિયો તેના એક છેડેથી બીજા છેડે ઉષ્માનું વહન કરે છે. સળિયાના ગરમ છેડાથી $x$ લંબાઈ મુજબ તેના તાપમાન $\theta$ માં થતા ફેરફરરનો આલેખ નીચેનામાંથી કેવો હશે?

  • [AIEEE 2009]
  • A
    86-a191
  • B
    86-b191
  • C
    86-c191
  • D
    86-d191

Similar Questions

જો તળાવના તળીયાનું તાપમાન $0^{\circ} C$ હોય અને વાતાવરણીય તાપમાન $-20^{\circ} C$ છે. જો $1 \,cm$ જેટલો બરફ તળાવની સપાટી પર $24 \,h$ કલાકમાં જામતો હોય તો બીજો $1 \,cm$ બરફ જામવા માટે લાગતો સમય ......... $h$

સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$

આકૃતિમાં દર્શાવ્યા મુજબનું તંત્ર સ્થાયી અવસ્થામાં છે. તો સ્ટીલ તાંબાના જંક્શનનું તાપમાન કેટલું હશે ? સ્ટીલના સળિયાની લંબાઈ $= 15.0\, cm$. તાંબાના સળિયાની લંબાઈ $= 10.0\, cm$. ભટ્ટીનું તાપમાન $= 300 \,^oC$. બીજા છેડાનું તાપમાન $0 \,^oC$. સ્ટીલનાં સળિયાનાં આડછેદનું ક્ષેત્રફળ તાંબાના સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતાં બમણું છે. (સ્ટીલની ઉષ્માવાહકતા $= 50.2\, J\,s^{-1} \, m^{-1}\, K^{-1}$ અને તાંબાની ઉષ્માવાહકતા $=385\,J\,s^{-1}\,m^{-1}\,K^{-1}$

બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.

એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?

  • [AIPMT 2015]